GSSSB CCE (Group A – B) Provisional Answer key and Response Sheet 2024 | CCE પ્રોવિઝનલ આન્સર કી જાહેર 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

GSSSB CCE (Group A – B) Provisional Answer key and Response Sheet 2024 | CCE પ્રોવિઝનલ આન્સર કી જાહેર

 

Gujarat Gaun Seva Pasandgi Mandal has published GSSSB CCE (Group A – B) Provisional Answer key and Response Sheet 2024, Check below for more details

Advt. No. GSSSB/202324/212

 

Gujarat Subordinate Service, Class- III (Group – A and Group -B)

જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪- ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B)  (Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) તા ૦૧-૦૪-૨૦૨૪ થી તા ૨૦-૦૪-૨૦૨૪ દરમ્યાન CBRT (Computer Based Response Test) પદ્ધતિ થી યોજવામાં આવેલ પરીક્ષા ની Provisional Answer Key cum Response Sheet નીચે દર્શાવેલચ લીંક ઉપર મુકવામાં આવેલ છે. ઉમેદવારો આ લીંક ઉપર ક્લીક કરીને પોતાની પ્રોવિઝનલ આન્સર કી સાથેની રિસ્પોન્સશીટ ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધો/સૂચન હોય તો ઉમેદવારે તે અંગેના જરૂરી આધાર-પુરાવા સાથે Online રજુઆત કરવાની રહે છે.

 

પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા સૂચન કરવા અંગેની/Step-by-step ગાઈડ અને સૂચનાઓ નીચે મુજબ છે. જે ઉમેદવારોએ વાંધા સૂચન દરમિયાન અવશ્ય ધ્યાને લેવાની રહેશે

 

  1.  પ્રસિદ્ધ કરેલ આન્સર કી ના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો ઓનલાઇન વાંધા સૂચન તા.૧૭/૦૬/૨૦૨૪, ૨૩:૫૫ કલાક સુધી કરી શકાશે.
  2.  પ્રસિદ્ધ કરેલ આન્સર કી ના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો વાંધા સુચન ઓનલાઇન કરવા ફરજિયાત છે. અન્ય કોઇ માધ્યમ દ્વારા રજૂ કરેલ વાંધા સૂચનો ધ્યાને લેવામાં આવશે નહીં.
  3. CBRT માં હાજર રહેલ ઉમેદવાર જ ઓન લાઇન વાંધા સૂચન રજૂ કરી શકે છે.
  4.  ઉમેદવાર એક કરતાં વધુ પ્રશ્નો માટે વાંધા સૂચન રજૂ કરી શકશે.
  5.  ઉમેદવારે પોતાની Provisional Answer key cum Response Sheet માં દર્શાવેલ Question ID પ્રમાણે વાંધા સૂચન ઓનલાઇન સબમિટ કરવાના રહેશે.
 પ્રોવિઝનલ આન્સર કી જોવા માટે  અહીં ક્લિક કરો.
હોમ પેજ પર જવા માટે   અહીં ક્લિક કરો 

 

Leave a comment

error: Content is protected !!