લોકરક્ષકની પરીક્ષામાં ગેરરીતિ કરનારા 37 ઉમેદવારો હવે સરકારની તમામ ભરતીમાં આગામી ત્રણ વર્ષ સુધી ફોર્મ નહીં ભરી શકે.

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

રાજ્ય સરકારે લોકરક્ષક ભરતી 2021-22 માં ભરતી પ્રક્રિયા દરમિયાન થયેલ ગેરરીતિ મામલે એક્શન લીધી છે. ઉમેદવારોના હિતમાં અને ભવિષ્યમાં આ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે સરકારે નિર્ણય કર્યો છે કે, 37 ઉમેદવારોને સરકારની તમામ ભરતીમાં આગામી ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠેરવવામાં આવે છે.

2021-22 ની પોલીસ ભરતીમાં ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા,જે હવે આવનાર 3 વર્ષ સુધી કોઇપણ સરકારી ભરતીમાં ફોર્મ નહીં ભરી શકે તે અંગેની ટ્વિટ ટ્વીટર પર હસમુખ પટેલ દ્વારા 13 ઓગસ્ટ 2024 ના રોજ કરવામાં આવી છે.

આ સાથે તમાંમના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે.

લોકરક્ષક ભરતીમાં ગેરરીતિ કરનારા સામે એક્શન

2021-22 ની લોકરક્ષકની ભરતીમાં નોકરી મેળવવા માટે 31 ઉમેદવારે પૈસા આપીને સેટિંગ કર્યું હતું, જે તમામ ઉમેદવારોને રાજ્ય સરકારે તમામ ભરતી માટે 3 વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા છે. તો આ જ ભરતીમાં 2 ઉમેદવારો પાસેથી મોબાઇલ અને સાહિત્ય તેમજ 3 ઉમેદવારોએ કોલ લેટર સાથે ચેડા કર્યા અને 1 ઉમેદવારે અન્ય ઉમેદવારની અરજી રદ્દ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ રીતે 37 ઉમેદવારોએ ભરતી પ્રક્રિયામાં કરેલી ગેરરીતિ મામલે રાજ્ય સરકાર દ્વારા એક્શન લેવામાં આવી છે. આ મામલે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરી જાણકારી આપવામાં આવી છે.

આ 37 ઉમેદવારોને સરકારની તમામ ભરતીમાં આગામી ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠેરવવામાં આવે છે.હવે 3 વર્ષ સુધી કોઈ ભરતીમાં ફોર્મ શકે.

  • 31 ઉમેદવારે પૈસા આપીને સેટિંગ કર્યું હતું.
  • 2 ઉમેદવારો પાસેથી મોબાઇલ અને સાહિત્ય મળ્યું હતું.
  • 1 ઉમેદવારે અન્ય ઉમેદવારની અરજી રદ્દ કરાવવાનો પ્રયાસ કર્યો હતો.
37 ઉમેદવારોના નામ , સરનામું તથા તેની સામે નોંધાયેલ પોલીસ કેસની PDF જોવા માટે   અહીં ક્લિક કરો 
હોમ પેજ પર જવા માટે   અહીં ક્લિક કરો 

 

Leave a comment

error: Content is protected !!