ચાંદીપુરાનું ગુજરાતમાં ડરામણું રૂપ ! આજે ફરી એક બાળકનું મોત, ચિંતાજનક મોતના આંકડાઓ થયા જાહેર

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

ચાંદીપુરા વાયરસથી ખેડાના ગળતેશ્વર તાલુકાના ઘડીયા ગામે એક બાળકનું મોત થયું છે, તો બીજી તરફ પંચમહાલ જિલ્લામાં વધુ બે રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યાથાવત છે, આ જાનલેવા વાયરસથી ખેડાના ગળતેશ્વર તાલુકાના ઘડીયા ગામે એક બાળકનું મોત થયું છે, તો બીજી તરફ પંચમહાલ જિલ્લામાં વધુ બે રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે

ખેડામાં ચાંદીપુરાથી 1 બાળકનું મોત

ખેડામાં ચાંદીપુરા વાયરસથી એક બાળકનું મોત થયું છે. ગળતેશ્વર તાલુકાના ઘડીયા ગામે જીવલેણ વાયરસે બાળકનો જીવ લીધો છે. વડોદરા એસેસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું છે.

  • ચાંદીપુરાના શંકાસ્પદ કેસ વધીને 124 થયા
  • ચાંદીપુરાથી અત્યાર સુધીમાં 44 માસૂમોના મોત
  • ચાંદીપુરાના પોઝિટિવ કેસની સંખ્યા 37
  • 4 લાખ 96 હજાર 676 ઘરોમાં પાવડર ડસ્ટિંગ કરાયું.

 

પંચમહાલમાં વધુ બે રિપોર્ટ પોઝિટિવ આવ્યા

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે ત્યારે આ તરફ પંચમહાલ જિલ્લામાં વધુ બે રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 5ને પાર પહોંચી છે. તો જિલ્લામાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના લીધે 5 બાળકોના મોત નિપજ્યા છે.

કેવી રીતે ફેલાય છે આ વાયરસ

આ વાયરસ ફ્લેબોટોમાઇન નામની માખીને કારણે ફેલાય છે. માત્ર માખી જ નહીં પરંતુ એડીસ મચ્છરને કારણે પણ આ વાયરસ ફેલાય છે. આ એડીસ મચ્છર એજ મચ્છર છે કે જેને કારણે ડેગ્યુ થાય છે. જે જગ્યા પર ગંદકી હોય, પાણી ભરાયા હોય, લોકો શૌચ કરવા માટે બહાર ખુલ્લામાં જતા હોય ત્યારે આ ગંદકીમાં આ મચ્છર અને માખી ફેલાય છે. જે આપણને કરડે તો આપણે ચાંદીપુરા વાયરસની અસર થાય છે.

 

ચાંદીપુરા વાયરસના લક્ષણો

ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિમાં તાવ માથાનો દુઃખાવો, આંખો લાલ થવી, અશક્તિ જેવું લાગવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા લક્ષણ જોવા મળે છે. આ સાથે ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની સમસ્યાઓ પણ થઈ શકે છે. આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે, જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે છે. જોકે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષની નીચેના બાળકોમાં જ જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલાને જલદીથી ટ્રીટમેન્ટ મળવી જરૂરી છે.

 

આ વાયરસથી બચવા શું કરવું ?

વાયરસથી બચવા માટે ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવી જોઈએ. ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ (સૂર્ય પ્રકાશ આવે) રહે તેવી વ્યવસ્થા કરવી. 14 વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં ઊંઘાડવાનો આગ્રહ રાખો. બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધુળમાં) રમવા દેવા નહીં.

Leave a comment

error: Content is protected !!